

ગુજરાત સ્કીલ ડેવલોપમેન્ટ મિશનના માધ્યમથી શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઓદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) મોરબી ખાતે ક્લસ્ટર બેઝ્ડ ઇન્સ્ટીટ્યુટ ઓફ વોકેશન એજ્યુકેશન યોજના અંતર્ગત ધોરણ ૫ પાસ તથા તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સિરામિક ઇન્ડસ્ટ્રીઝની માંગ આધારિત શોર્ટ ટર્મ (ટૂંકાગાળા) ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે જેમાં તાલીમ મેળવી ટૂંકા સમયમાં રોજગારી/સ્વ રોજગારી મેળવવાની તક માટેના પ્રવેશ અંગેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરવામાં આવી છે
જેમાં લેબ ટેકનીશ્યન ઓફ સિરામિક બોડી પ્રીપરેશન માટે ધોરણ ૫ પાસ, લેબ ટેકનીશ્યન ઓફ સિરામિક ગ્લેઝ પ્રીપેરેશન ધોરણ ૫ પાસ અને ગ્લેઝીંગ ઓપરેટર (સિરામિક) ધોરણ ૫ પાસ હોય તેવા ઉમેદવારો રજીસ્ટ્રેશન કરાવી શકશે રજીસ્ટ્રેશન માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, છેલ્લું ધોરણ પાસ કર્યાની માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર, બેંક પાસબૂકના પ્રથમ પાનાની નકલ, આધારકાર્ડ/ચુંટણી કાર્ડ નકલ અને પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ સાથે લાવવાના રહેશે વધુ માહિતી માટે આઈટીઆઈ મોરબીનો સંપર્ક કરવા જણાવ્યું છે

