

સામાકાંઠે કેસરબાગમાં પાણીના ટાંકા પાસે પડી જતા ૫૮ વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મોરબીના સામાકાંઠે રહેતા રાજુભાઈ ટપુભાઈ વાઘેલા (ઉ.વ.૫૮) નામના વૃદ્ધ ગત તા ૦૫ ના રોજ સવારે ૧૦ : ૩૦ કલાકે કેસરબાગ પાણીના ટાંકા પાસે હોય ત્યારે અચાનક પડી જતા મોત થયું હતું બી ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે