મોરબી મહાનગરપાલિકાના નવા ડી.પી. બનાવવા અંગે ચેરમેને જીલ્લા કલેકટરને પત્ર લખ્યો


મોરબી મહાનગરપાલિકાનો ડી.પી. હાલ તૈયાર થઇ રહ્યો છે ત્યારે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન રીષીપ કૈલાએ જીલ્લા કલેકટરને પત્ર લખી કેટલાક મુદાઓ ધ્યાને લેવા જણાવ્યું છે
જે પત્રમાં ચેરમેન રીષીપ કૈલાએ જણાવ્યું છે કે ડી.પી. હાલની વર્ષ ૨૦૨૫-૨૬ ની વસ્તીને ધ્યાને લઈને બનાવો જેથી ભવિષ્યની વસ્તી વધારો ડી.પી. માં યોગ્ય અને સાચું આયોજન થઇ સકે. મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા તમામ ગાડા માર્ગો ભવિષ્યમાં ચાર માર્ગ થઇ સકે તેવા ૨૪ મીટરથી ૩૦ મીટર પહોળાઈ વાળા બનાવવા જેથી ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા રહે નહી. મોરબી શહેરનો ડી.પી. બનાવવામાં ખાસ વિશેષ વરસાદના પાણીના નિકાલ માટે આયોજન કરવું જરૂરી છે હાલ ગુજરત રાજ્ય અને દેશના અન્ય મહાનગરપાલિકાઓ તેમજ મેટ્રો સીટીમાં વરસાદી પાણીનો નિકાલમાં જે ભયંકર સ્થિતિ ઉભી થાય છે તે મોરબીમાં ભવિષ્યમાં ન થાય તે જરૂરી છે
મોરબી શહેરના સીટી વિસ્તારના અને અન્ય તમામ મેઈન રોડ ચાર માર્ગી ફોરટ્રેક રસ્તાનું આયોજન કરવું કારણકે મોરબી શહેરને હાલની ટ્રાફિક સમસ્યા ઘણી જ વિકરાળ અને મુશ્કેલીભરી છે શકત શનાળાથી ઘુનડા જતા રોડ પર અમર સોલાર બાજુમાં આવેલ સરકારી ખરાબા સર્વે નંબર ૧૭૭ સર્વે નંબર ૨૩૦ માં જે તળાવ આવેલ છે તેને વિશેષ બ્યુટીફીકેશન લેવું આજુબાજુમાં સરકારી ખરાબાની પડતર વિશાળ જમીન આવેલ છે અને આવવા જવા માટે રસ્તાઓની એલાઈમેન્ટ મોરબી-રાજકોટ રોડ, મોરબી રવાપર રોડ, એસપી રોડ અને કેનાલથી અવની રોડ સહિતની કનેકટીવીટી સરળતાથી મળી સકે તેમ છે શકત શનાળા ગામે સરકારી ખરાબમાં મોરબી-રાજકોટ રાજ્ય ધોરી માર્ગ પર મોરબીની અધ્યતન નવી સરકારી મેડીકલ કોલેજ અને નવી સરકારી હોસ્પિટલનું બાંધકામ ચાલે છે અને જીલ્લા લેવલની કોર્ટ પણ બની રહી છે મોરબી રાજકોટને ૨૪ કલાક એમ્બ્યુલન્સ આવવા જવા શહેરના તમામ રોડને ટ્રાફિક સમસ્યા નડે નહિ તેવી રીતે રોડ એલાઈમેન્ટ આયોજન કરવું
મોરબી મહાનગરપાલિકા વિસ્તારના રવાપર રોડ, બાયપાસ રોડ, મહેન્દ્રનગર-સર્કીટ હાઉસ પાસે, શકત શનાળાને અલગ અલગ ઝોનિંગ ઓફીસ, ફાયર સ્ટેશન વગેરે સગવડતા તમામ વિસ્તારોને મળી રહે તેવું આયોજન કરવું તેમ પત્રમાં જણાવ્યું છે