


થોરાળા ગામ ચાચાપર ગામથી માત્ર ૫ કિ;કિલોમીટર દુર છે,પણ ત્યાં બી.એસ.એન.એલ.નેટવર્ક રાત દિવસ મળતું નથી.જેથી આ ગામના ટેલીફોન અને મોબાઈલ ધારકો છેલ્લા છ-છ- માસથી તંત્ર પાસે માંગણીઓ કરે છે,પણ તંત્ર દાદ આપતું નથી.બી.એસ.એન.એલ.નો મોબાઈલ ટાવર ચાંચાપર ગામે ટેલીફોન એકસચેંજના પટાંગણમાં ઉભો કરેલો છે,તે શોભાના ગઠીયા જેમ ઉભો છે.ત્યાંથી લગભગ કોઈ ગામનું નેટવર્ક મળતું નથી તથા કોઈ રેપરીંગ કરવાની તસ્તી લેતું નેથી.રીપેરીંગ તો એક બાજુ રહ્યું પણ ચાંચાપર ગામના ટેલીફોન એક્સચેંજને ચારેક માસ થયા તાળા લાગેલા છે,તે આજ દિન સુધી ખુલ્યા નથી તેવી ગ્રામજનોનું કહવું છે.મોરબી ન્ય્ઝે બી.એસ.એન.એલ. અધિકારી વી.કે.ફૂલતરીય સાથે ટેલિફોનીક વાત-ચીતમાં જણવ્યું કે ચાંચાપર ગામમાં હાલ બી.એસ.એન.એલ.સેવા ચાલુ જ છે અને અમારી પાસે કોઈ ફરિયાદ આજ સુધી આવી નથી જો ફરિયાદ આવશે તો તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવશે.