


દર વર્ષે જુન માસમાં સરકાર દ્વારા મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત મોરબી જીલ્લામાં જુન માસની ઉજવણી મેલેરિયા વિરોધી માસ તરીકે કરવામાં આવી હતી

જેમાં મોરબી જીલ્લામાં પખવાડીક ધોરણે સર્વેલન્સ કરવામાં આવેલ સર્વેલન્સના ૨ રાઉન્ડનું આયોજન કર્યું હતું જે માટે ૨૨૪ પુરુષ આરોગ્ય કર્મચારી અને ૨૨૯ સ્ત્રી આરોગ્ય કાર્યકર, ૮૬૨ આશા બહેનો, ૩૩ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઈઝર, ૨ મેલેરિયા ટેકનીકલ સુપરવાઈઝર મળી જીલ્લાના ૧૩૫૦ કર્મચારીઓને કામગીરી સોપી હતી જેમાં ૬૭૫ ટીમોની રચના કરીને જીલ્લામાં સર્વે કામગીરી કરાઈ હતી
માસ દરમિયાન મોરબી જીલ્લામાં કુલ ૨,૦૪,૨૩૩ ઘરોમાં સર્વે કરાયો હતો જેમાં મચ્છર ઉત્પતિના ૭,૬૯,૫૦૮ સ્થાનોની તપાસ કરી હતી જેમાં મચ્છરના પોરા ૨૨૮૬ સ્થળે જોવા મળ્યા હતા તેમજ ૨૫૭૫ પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળ્યા હતા આરોગ્ય વિભાગે ૪,૦૫,૮૩૩ પાત્રોમાં પોરાનાશક દવા નાખવામાં આવી હતી ૬૯૭૦ મચ્છર ઉત્પતિ સ્થાનોની નાશ કરવામાં આવેલ તો શંકાસ્પદ તાવના કેસો ૩૬૩૪ મળ્યા હતા જે પૈકી મેલેરિયા પોઝીટીવ કેસ ૦૧ મળ્યો હતો