




શ્રી મોરબી સ્થાનકવાસી જૈન સંઘ તથા એમ.પી. શેઠ પ્લોટ પૌષધ શાળા ના આંગણે સંયુક્ત ચાતુર્માસ કરવા પધારેલ લીમડી અજરામર સંપ્રદાય ના પૂ. ગચ્છાધિપતિ આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીના નિશ્રાવર્તી ડૉ. પૂ. ગુરૂદેવ શ્રી નિરંજન મુનીજી તથા પૂ. ગુરુદેવ શ્રી ચેતન મુનિજી (બંધુ બેલડી) તેમજ પૂ. શ્રી કોમલકુમારી મહાસતીજી અને પૂ. શ્રી એકતાકુમારીજી મહાસતીજી નું અમૂલ્ય ચાતુર્માસ પ્રાપ્ત થયું હતું. પૂ. ગુરૂદેવ ૩૭ વર્ષે મોરબી ચાતુર્માસ કરવા પધારેલ હોઈ સમસ્ત જૈન સમાજમાં ઉત્સાહ અને આનંદ ની લાગણી ફેલાયેલી હોય.
તને અનુલક્ષી ને ગત રવિવારે તા.૨૨ ના રોજ “સંયમ સ્પર્શ” કાર્યક્રમ રાખવામાં આવેલ, ઍટલે કે મુનિ જીવન ના એક નાનકડો અનુભવ, જે પ્રમાણે દિક્ષા વિધિ કરવામાં આવે છે એ જ રીતે વિધિ કરાવવા માં આવી હતી. આ કાર્યક્રમમાં નાના બાળકો બાલિકા ઓ તથા યુવતીઓ સહિત ૫૪ વ્યક્તિઓ એ ભાગ લીધો હતો જે નજારો જોવો એક અલગ લહાવો કહેવાય. કાર્યક્રમ સફળ બનાવવા બને સંઘ ના ટ્રસ્ટીઓ તથા યુવક મંડળ ના સભ્યો તથા પુત્રવધૂ મંડળ, મહિલા મંડળના બહેનો એ ગુરુદેવ તથા મહાસતીજીઓ ના માર્ગદર્શન હેઠળ ખુબજ મહેનત કરી હતી.
….વળામણું….
🙏 ચાતુર્માસ પરિવર્તન..🙏
પ્લોટ તથા સોની બજાર
બંને શ્રી સંઘ નું સંયુક્ત વળામણું…
તારીખ ૨૫, બુધવાર ના રોજ સવારે ૯-૦૫ કલાકે રાખવામાં આવેલ છે.
પૂજ્યશ્રી ગુરુદેવ પ્લોટ પોષધ શાળામાંથી સવારે ૯ -૦૫ કલાકે વિહાર કરશે અને ગાંધી ચોકમાં થઈ વિજય ટોકીઝ પાસે પહોંચશે તથા શ્રી સોની બજારમાંથી પૂજ્ય મહાસતીજી ઓ ૯-૦૫ વાગ્યે વિહાર કરી ત્યાં પહોંચશે
અને બંને સંઘના શ્રાવક શ્રાવિકાઓ સાથે જોડાસે અને ત્યારબાદ સકલ સંઘ ની સાથે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી માં પધારશે. ત્યા પૂજ્ય ગુરુદેવ તથા મહાતીજીઓ મંગલાચરણ ફરમાવશે આ વળામણા પ્રસંગે દરેકે પધારવા લાભ લેવા એક સંયુકત યાદીમાં જણાવેલ છે.


