વાંકાનેરમાં વઘાસિયા ટોલનાકા પર કાર ચાલકની દાદાગીરી: ટોલ ભર્યા વગર બેરીકેટ તોડી કર્મચારીને લાફા ઝીંક્યા

વાંકાનેરના વઘાસિયા ટોલપ્લાઝા પર ટોલ ટેક્સ ભરવા જેવી બાબતે એક કાર ચાલકે ભારે હોબાળો મચાવી દાદાગીરી કરી હતી. કાર ચાલકે ટોલ ભર્યા વગર જ વાહન હંકારી મૂકી બેરીકેટને નુકશાન પહોંચાડ્યું હતું અને રોકવાનો પ્રયાસ કરનાર કર્મચારી સાથે ગાળાગાળી કરી મારપીટ કરી હતી. આ મામલે ટોલ પ્લાઝાના મેનેજરે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ, મૂળ બિહારના અને હાલ વાંકાનેર વઘાસિયા ટોલપ્લાઝામાં મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર યાદવે નોંધાવેલી ફરિયાદ મુજબ, રાત્રિના સમયે એક કાર નંબર GJ-10-TY-0847 ના ચાલક સંજયસિંહ ઝાલાએ પોતાનું વાહન ટોલ ભર્યા વગર પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન કાર ચાલકે ટોલબુથના બુમ-બેરીકેટને અથડાવી નુકશાન કર્યું હતું. જ્યારે ત્યાં હાજર કર્મચારીએ તેને અટકાવ્યો ત્યારે સંજયસિંહે ઉશ્કેરાઈ જઈને બિભત્સ ગાળો આપી હતી અને કર્મચારીને ફડાકા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે NHAI ના નિયમોના ભંગ અને મારપીટ સબબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.