



વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન કરતા ખનીજ માફિયાઓ સામે પોલીસે લાલઆંક કરી છે.જેમાં ઓળ ગામની સીમમાં લીઝ વગર માટીનું ગેરકાયદેસર ખનન કરતા એક્સકવેટર મશીન અને ખનીજ વહન કરતા ડમ્પરો મળી કુલ રૂપિયા ૧.૧૦ કરોડનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ઓળ ગામની સીમ વિસ્તારમાં લીઝ વિના માટીનું ગેરકાયદેસર ખનન થતું હોવાની બાતમી મળતા ઘટનાસ્થળે દરોડો પાડવામાં આવતા ખોદકામમાં ઉપયોગમાં લેવાતું SANY કંપનીનું હાઈડ્રોલિક ક્રોલર એક્સકવેટર મશીન કીમત રૂ.૩૦,૦૦,૦૦૦ મળી આવ્યું હતું. આ અંગે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવતા તેઓએ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મશીન કબ્જે કર્યું હતું.તેમજ વાંકાનેર તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે ખનીજનું વહન કરતા ટાટા કંપનીનું ડમ્પર રજી. નં. GJ-10-TY-8381 કિંમત રૂ. ૨૫,૦૦,૦૦૦, અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર GJ-03-CU-1991 કિંમત રૂ. ૩૦,૦૦,૦૦૦, અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર GJ-03-BZ-0054 કિંમત રૂ. ૨૫,૦૦,૦૦૦ કરી કુલ મુદમાલ રૂ.૧,૧૦,૦૦,૦૦૦ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે



