વાંકાનેરના કણકોટ ગામે ખનીજ ચોરી કરનાર સામે કાર્યવાહી કરી વાહન કબજે કર્યા  

 

મોરબી પોલીસે ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે અને ગેરકાયદેસર ખનન કરનાર સામે વાહન કબજે કરી ગુનો દંડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે મોરબી એલસીબી ટીમે ખાણ ખનીજ વિભાગ સાથે વાંકાનેરના કણકોટ ગામની સીમમાંથી બે શખ્સને ખનીજ ખનન કરતા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી  છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમ સાથે વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં બિલેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના કાચા રસ્તે વોકળા પાસેથી જેસીબી જીજે ૩૬ એસ ૨૨૪૬ કીમત રૂ.૩૦,૦૦,૦૦૦ અને ડમ્પર જીજે ૦૨ એક્સ એક્સ ૬૪૪૨ કીમત રૂ.૨૫,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૫૫,૦૦,૦૦૦ નો નો કબજે કરી પુર્થ્વીરાજસિંહ ભગવતસિંહ ઝાલા અને મહેન્દ્રભાઈ કાળુભાઈ મકવાણાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.