ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાની સંસ્કૃત ગૌરવ યાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

 

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા જીલ્લા કક્ષાની સંસ્કૃત ગૌરવ યાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે કરવામાં આવી હતી જેમાં સંસ્કૃત સપ્તાહ, અને સંસ્કૃત દિવસ અંતર્ગત સંસ્કૃત ગૌરવ યાત્રા આજરોજ સંપન્ન થઇ હતી

જે પ્રસંગે જીલ્લા કલેકટર સ્વપ્નીલ ખરે, પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, જીલ્લા શિક્ષણ અધિકારી કે એમ મોતા, સંસ્કૃત નોડલ અધિકારી હિતેશભાઈ અને દીપા બહેન, સંસ્કૃત તજજ્ઞ ધવલભાઈ અને વિવેકભાઈ, સંસ્કૃત ભારતીમાંથી સંસ્કૃતના કાર્યકર્તાઓ અને સંસ્કૃત અનુરાગીઓ ઉપરાંત સાર્થક વિદ્યામંદિરના વ્યવસ્થાપન સમિતિના ગણેશભાઈ સહિતના સભ્યો, ટ્રસ્ટીઓ કિશોરભાઈ શુક્લ, પ્રમોદ્સિંહ રાણા અને પ્રવીણભાઈ રાજાણી તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ તકે સંસ્કૃત ગૌરવ યાત્રા શરુ કરતા પૂર્વે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધ્યેય મંત્ર, વૈદિક મંત્રોચ્ચાર, સંસ્કૃત ગરબા, વિવિધ સંસ્કૃત કૃતિઓ, સંસ્કૃત ક્રિયાપદ પરિચય, સાયન્સ ઇન સંસ્કૃત, તજજ્ઞોનું સંસ્કૃતમાં વક્તવ્ય, મહાનુભાવોનું સંસ્કૃત ભાષા અંગે  મહત્વ અને વક્તવ્ય અને સંસ્કૃત કક્ષ પ્રદર્શની મુલાકાત સહિતના કાર્યક્રમો યોજાયા હતા  ત્યારબાદ સંસ્કૃત ગૌરવ યાત્રા યોજવામાં આવેલી હતી જેમાં બહોળી સંખ્યામાં સંસ્કૃત અનુરાગીઓ, વાલી અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.

* સંસ્કૃતનો પ્રચાર -પ્રસાર માટે  ટેબ્લો,

* વિવિધ વેશભૂષા સાથે બાળકો,

* સંસ્કૃત રાસ ગરબા ,ભરત નાટયમ ,સંસ્કૃત ગીતો સાથે

* સંસ્કૃત નારા સાથેની વિશાળ યાત્રા

* કાર્યક્રમનું સંચાલન કૃશાંગભાઈ/નેહાબેન ને સંસ્કૃતમાં કર્યું હતું

* સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સાર્થક વિદ્યામંદિરના તેમજ સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

 

Leave A Reply

Your email address will not be published.