વવાણીયા ગામે ભગવાનની મૂર્તિઓ ખંડિત મામલે ગુનો નોંધાયા બાદ તપાસ ઠેરની ઠેર, ગ્રામજનો-સંસ્થાઓએ મોરચો માંડ્યો

ગ્રામજનો અને ગામની અગ્રણી સંસ્થાઓએ કલેકટર-એસપીને કડક કાર્યવાહીની માંગ કરી

 

 

માળિયા તાલુકાના વવાણીયા ગામમાં સ્મશાનમાં ભગવાનની મૂર્તિઓ ખંડિત કરવાના બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે જોકે હજુ સુધી કોઈની ધરપકડ થઇ નથી અને પોલીસની તપાસ ઠેરની ઠેર જોવા મળી રહી છે ત્યારે ગ્રામજનો અને ગામમાં આવેલ વિવિધ અગ્રણી સંસ્થાઓએ જીલ્લા કલેકટર અને એસપીને આવેદન પાઠવી તપાસ કરી કડક કાર્યવાહીની માંગ કરી છે

 

વવાણીયા ગ્રામજનો તેમજ શ્રીમદ રાજચંદ્ર જન્મ ભુવન ટ્રસ્ટ, શ્રી રામજી મંદિર, રામબાઈમાંની જગ્યા અને આદી તપસ્થલી નિબકરોરીબાબા હનુમાનજી મંદિર વવાણીયા વ્યવસ્થાપક મંડળ સહિતની સંસ્થાઓ દ્વારા જીલ્લા કલેકટર અને એસપીને આવેદન પાઠવી જણાવ્યું છે કે વવાણીયા ગામમાં હિંદુ સ્મશાન બાજુ મુસ્લિમ લોકો વસવાટ કરે છે જે જગ્યા જ્ઞાનનગરી તરીકે ઓળખાય છે હિંદુ સ્મશાન જ્ઞાનનગરીમાં હિંદુ ભગવાન અને દેવી દેવતાઓની મૂર્તિઓ ખંડિત થવાના બનાવ મામલે માળિયા પોલીસ મથકમાં તા. ૧૭ ઓગસ્ટના રોજ ફરિયાદ આપી હતી અને તા. ૨૨ ઓગસ્ટના રોજ FIR કરવામાં આવી હતી માળિયા તાલુકાના ધર્મભૂમિ વવાણીયા ગામમાં મહાત્મા ગાંધીના ગુરુ શ્રીમદ રાજચંદ્રજી જન્મ ભું અને શ્રીમદ રાજચંદ્રજીએ જે જગ્યાએ જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે સ્થાન આવેલ છે જેની બાજુમાં હિંદુ ધર્મનું સ્મશાન આવેલ છે

 

સ્મશાન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવામાં આવેલ છે હિંદુ સ્મશાનમાં કોઈ ઈસમો દ્વારા હિંદુ દેવી દેવતાઓની મૂર્તિઓ જાણી જોઇને તોડી નાખવામાં/ખંડિત કરવામાં આવી છે જે બનાવથી હિંદુ સમાજની લાગણી દુભાઈ છે જેથી આવું કૃત્ય કરનાર ઇસમોને પકડીને કાયમી ધોરણે આવું ના કરે તે માટે કડકમાં કડક સજા થાય અને જેલમાંથી છૂટે નહિ તેવો કાયદો લગાડી ઊંડી તપાસ કરી તાત્કાલિક કૃત્ય કરનાર ઈસમને પકડવા માંગ કરી છે

 

Leave A Reply

Your email address will not be published.