મકનસર નજીક બોલેરોએ ડબલ સવારી બાઈકને ટક્કર મારી, બે યુવાન ઈજાગ્રસ્ત

 

વાંકાનેર મોરબી હાઈવે પર મકનસર ગામ નજીક બોલેરો ગાડીના ચાલકે બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનોને ઈજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

મૂળ ઉત્તરપ્રદેશના વતની હાલ મોરબીના મકનસર ધર્મ મંગલ સોસાયટીમાં રહેતા રામુભાઈ સુરેન્દ્રકુમાર શર્મા (ઉ.વ.૨૩) વાળાએ બોલેરો જીજે ૩૬ વી ૫૮૩૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી રામુભાઈ શર્મા અને નીખીલસિંગ મહેન્દ્રસિંહ બંને બાઈક યુપી ૭૫ એવી ૦૩૨૯ લઈને જતા હતા

 

જે બાઈક નીખીલસિંગ ચલાવતા હતા અને ફરિયાદી પાછળ બેઠા હતા મોરબી વાંકાનેર હાઈવે પર મકનસર ગામ કટ પાસે પહોંચતા બોલેરો ચાલકે પુરઝડપે ચલાવી બાઈકને પાછળથી ટક્કર મારી હતી  અકસ્માતમાં ફરિયાદી રામુભાઈને પગમાં ફ્રેકચર ઈજા અને નીખીલસિંગને માથા અને પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.