મોરબી જીલ્લા પંચાયતમાં ભાજપનો કબજો પરંતુ કોંગ્રેસના ગીતાબેન દુબરિયા બિનહરીફ પ્રમુખ

ઉપપ્રમુખ, પક્ષના નેતા, દંડક અને કારોબારી ચેરમેન સહિતના હોદેદારો ભાજપના

 

 

મોરબી જીલ્લા પંચાયતમાં ભાજપે કબજો જમાવ્યા છતાં પ્રમુખ પદ સેડ્યુલ ટ્રાઈબ માટે અનામત હોવાથી કોંગ્રેસના ગીતાબેન દુબરિયા આજે બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા તે ઉપરાંત પ્રમુખ, પક્ષના નેતા, દંડક અને કારોબારી ચેરમેન સહિતના હોદેદારો ભાજપ પક્ષના ચૂંટાયા છે જોકે પ્રમુખ તરીકે કોંગ્રેસના ગીતાબેન દુબરિયાના રાજમાં ભાજપ બોડી શાસન ચલાવશે

 

મોરબી જીલ્લા પંચાયત ચુંટણી પૂર્ણ થયા બાદ આજે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના પદોની ચુંટણી માટે આજે જીલ્લા પંચાયતની પ્રથમ બેઠક મળી હતી જેમાં પ્રમુખ પદ માટે એક જ ફોર્મ ભરાયું હતું પ્રમુખ પદ સેડ્યુલ ટ્રાઈબ માટે અનામત હોય અને ભાજપ ઉમેદવાર હારી ગયા હોવાથી કોંગ્રેસમાંથી વિજેતા બનેલા ગીતાબેન દુબરિયા બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે તે ઉપરાંત ભાજપમાંથી ઉપપ્રમુખ વિપુલભાઈ કરશનભાઈ ગરચર, પક્ષના નેતા સવિતાબેન લાલજીભાઈ રાઠોડ, દંડક કાજલબેન ભરતભાઈ વિઠ્ઠલાપરા અને કારોબારી ચેરમેન તરીકે મનીષકુમાર અનિલભાઈ કાંજીયાની વરણી કરવામાં આવી હતી

 

પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયેલા ગીતાબેન દુબરિયાએ જણાવ્યું હતું કે જનતાએ મારા પર વિશ્વાસ મુકીને વિજય અપાવ્યો છે ત્યારે તેઓ વિકાસ કાર્યો કરતા રહેશે જીલ્લાના વિકાસને નવી દિશા આપવા માટે તેઓ કાર્યરત રહેશે તેમજ ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચરે જણાવ્યું હતું કે જીલ્લા પંચાયત પ્રથમ સભામાં ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે જેથી આગેવાનોનો આભાર માનું છું, આગામી દિવસોમાં જીલ્લામાં વિકાસ કાર્યોને વેગ આપવામાં આવશે જે કામો હાલ પેન્ડીંગ છે તે બધા કામો આગળ વધારીશું. કોંગ્રેસના પ્રમુખ સાથે તાલમેલ કરીને જીલ્લાનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરીશું

 

Leave A Reply

Your email address will not be published.