રેકી કરી કેવી રીતના ચોરીને આપતો અંજામ,જાણો અહી

મોરબી સહીત છ જિલ્લાઓમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો

મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી મોરબી શહેરમાં બેંકોમાં પૈસા લઈને નીકળતા માણસોની ડેકીમાંથી ચોરી થવાના કિસ્સાની તપાસ કરવા માટે એ ડીવીઝન પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળની ટીમે સઘન વોચ ગોઠવતા નગર દરવાજા નજીકથી પસાર થતા મોટરસાયકલ નં જીજે ૨૭ એડી ૧૬૭૫ ને રોકીને તેની પૂછપરછ કરતા આરોપી રમેશ ઉર્ફે સીનરાસ સ્વમીભાઈ આચાર્ય જાતે બ્રાહ્મણ (ઉ.વ.૩૦)રહે. અમદાવાદ મૂળ તમીલનાડુ વાળાને શંકાને આધારે અટકાયત કરી તેની પૂછપરછ કરતા તેને એ ડીવીઝન મથકની હદમાં તેમજ બી ડીવીઝન એમ બે સ્થળેથી બાઈકની ડેકીમાંથી રૂપિયાની ઉઠાંતરી કરી હોવાની કબુલાત આપી હતી. આરોપી બેંકમાંથી પૈસા ઉપાડીને નીકળતા માણસોની રેકી કરી પીછો કરતો હતો અને નજર ચૂકવીને ડેકીમાંથી પૈસા ઉઠાવી નાસી જતો હતો. આરોપી મોરબી ઉપરાંત ગાંધીધામ, અંજાર, બોટાદ, અમદાવાદ, રાજકોટ અને દાહોદ સહિતના સ્થળોએ ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા સાથે એ ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે.

 

 

 

 

Comments
Loading...
WhatsApp chat