જોબ સીકર્સ નહીં પરંતુ જોબ ક્રીએટર્સ બનો, ડિજિટલ “ન્યુઝ રીચ” સ્ટાર્ટ અપ હજારો લોકોની રોજગારીનું માધ્યમ બન્યું

 

ગુજરાતમાંથી નિકળેલા સ્ટાર્ટઅપ કે બિઝનેસ ક્ષેત્રના આઈડીયા દેશ અને દુનિયાનું પ્લેટફોર્મ બનતા વાર નથી લાગતી. ભારત સરકારના સ્કિલ ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા કન્સેપ્ટને સાકર કરતું અમદાવાદનું મીડિયા ક્ષેત્રનું નવું ડિજિટલ સ્ટાર્ટઅપ “ન્યૂઝરીચ” માર્કેટ પ્લેસ સફળતાની ઉડાન ભરી રહ્યું છે.  બહું ટૂંકા સમયગાળામાં રોજગારી ક્ષેત્રે આ પ્લેટફોર્મે નવી દિશાનો માર્ગે ચિંધ્યો છે.

આ પ્લેટફોર્મની મજાની વાત તો એ પણ છે કે, “ન્યૂઝરીચ” માર્કેટ પ્લેસ પબ્લિસર્સ માટે પણ પ્રથમ અને અંતિમ સરનામું બન્યું છે. હાલના સમયમાં મીડિયા ક્ષેત્ર અનેક પડકારોનો સામનો પબ્લિશર્સને કરવો પડતો હોય છે તેવામાં ડિજિટાઈઝેશનના જમાનામાં પબ્લિશરોને ડિજિટલી ઓન બોર્ડ કરાવવામાં આવી રહ્યા છે. અફવાઓ, રાજનૈતિક ગેરસમજ, પ્લેગરીઝમથી દૂર હટી એક ક્લિકથી ક્વોલિટી કોન્ટેન્ટ સાથેના સમાચારો મેળવવા દેશભરના પબ્લિશર્સને ખૂબ જ સરળતાથી મળી રહી છે.

“ન્યૂઝરીચ”   માર્કેટ પ્લેસ મીડિયા હાઉસ અને કોન્ટેન્ટ ક્રિએટર્સ વચ્ચે સર્જાયેલા ગેપને દૂર કરવામાં પણ ખૂબ જ સફળ સાબિત નિવડ્યું છે. એક મહત્વની ડીજીટલ ભૂમિકા દેશભરમાં પ્રથમ વખત હાંસલ કરી છે. આ પ્લેટફોર્મ પર ડિજિટલી કોન્ટેન્ટ ક્રિએટર્સ પોતાના કોન્ટેન્ટઆર્ટિકલ્સ, વીડિયોઅલગ-અલગ કેટેગરીમાં લાઇસન્સ કરાવી શકે છે જ્યારે પબ્લિશર્સ ઓરીજનલ કન્ટેન્ટ અહીંથી પર ચેઝ કરી શકે છે. આ કન્સેપ્ટ પહેલા લોકો કદાચ વિચારતા પણ નહીં હોય જે વિચારને સાકાર અને સફળ “ન્યૂઝરીચ” એ બનાવી દેશ અને દુનિયા સમક્ષ મૂક્યો છે.

પ્રથમ વિચારથી સફળતાની બૂલંદીઓ સર કરી રહેલી આ મીડિયા ટેક સ્ટાર્ટઅપ કંપની ન્યૂઝરી ચેનવા આયામો સર કર્યા છે. સ્થાનીય પ્રકાશકોને મદદ કરવાના હેતુથી લોકલ ન્યૂઝ કોમ્યુનિટીના માધ્યમથી દેશભરના હજારો નાના અને મધ્ય મસ્તર પબ્લિશરો કે જે ડિજિટલ વર્લ્ડમાં આગળ વધવા માંગે છે તેમને સશક્ત અને મજબૂત કરવામાટે 1 કરોડની નાણાકીય સહાય અને ટેકનિકલ મદદ પૂરી કરવાના હેતુથી તબબક્કાવાર 10 જેટલા કોહોર્ટ કરવા જઈ રહી છે. 26 જેટલા ગુજરાતી ભાષાના લોકલ પબ્લિશર્સને મદદ પૂરી પાડવામાં આવી હતી. આજે પ્રથમ તબક્કાની શરૂઆત પોતાના હોમ ગ્રાઉન્ડ ગુજરાતથી “ન્યૂઝરીચે” કરી છે.

અમદાવાદમાં “CIIE.CO” ખાતે આ સફળ ઈવેન્ટનું આયોજન કરાયું હતું. જેમાં ચીફ ગેસ્ટ તરીકે  મહેશા લાંગા આસિસ્ટન્ટ એડિટર ધ હિન્દુ તેમજ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હિરેન શાહ, એમડી વર્ટોઝ એડવર્ટાઈઝિંગ લિમિટેડ, પ્રણય શાહ, એમ. ડી. ખૂશી એડવર્ટાઈઝીંગ સહીતના અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. આજના જમાનામાં ડિજિટલ ક્ષેત્રે મજબૂતાઈથી આગળ વધવા માટે કન્ટેન્ટ ક્રીએટર્સ અને પબ્લિશર્સ ન્યૂઝરીચ આ રીતે પ્રોત્સાહિત પણ કરી રહ્યું છે. આ પ્રોગ્રામને “Oહોગુજરાતી”, “પ્રીમિયમ ગુજરાતી કન્ટેન્ટ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ” અને “સુપર સિટી લાઈફસ્ટાલ”, “મહિલાગૃહઉદ્યોગ”, “વર્ટોઝએડવર્ટાઈઝિંગ”, “ટેરાફૂડકંપની”નો અદભૂત સપોર્ટ સ્પોન્સર તરીકે મળ્યો છે.

“ન્યૂઝરીચ” વિશે :

“ન્યૂઝરીચ”  કંપનીની શરૂઆત 2018 થી થઇ છે અને દેશભરના હજારોપત્રકાર, જર્નલિસ્ટ અને મીડિયા પબ્લિશર્સને આગળ વધારવા માટે અને તેમના પ્લેટફોર્મને ડિજિટાઇઝ અને મોનીટાઈઝ કરવા માટે કાર્યરત છે. આ ઉપરાંત જે લોકો મીડિયાક્ષેત્રે યોગદાન આપી રહ્યા છે અને તેમની સાથે જોડાઈને તેમને પ્રોત્સાહિત કરવા માટે કંપની મદદ કરી રહી છે.

આ કંપનીના સીઈઓ અને કોફાઉન્ડર દર્શન શાહે ડિજિટલ મીડિયા ક્ષેત્રે રોજગારીની નવી તકો ઉભી કરવા માટે પોતાના એક આઈડિયા થકી એક મોટો બદલવાનો પ્રયાસ કર્યો છે તે આજે ખૂબ જ સફળ રહ્યો છે. આ કંપનીએ અને ક્રેડિબલ ઇન્વેસ્ટરોના સપોર્ટથી આજે દેશભરમાં નામના મેળવી છે સાથે જ “ફોર્બ્સ-30 અંડર 30 એશિયા” ની યાદીમાં સામેલ થયેલા દર્શન શાહ અને તેમના પત્ની અને કંપનીના કો ફાઉન્ડર સોનિયા કુંદનાની શાહએ રોજગારીનો એક નવો અવસર ઉભો કર્યો છે.

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat