મોરબી જિલ્લાના  ટુ & ફોર વ્હીલર વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

 

મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE અને ફોર વ્હીલર વાહનો માટે GJ36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર  પ્રક્રિયા  તા. ૧૫/ ૦૮/ ૨૦૨૨  થી  શરૂ  થનાર  છે.  તા.૧૫/૦૮/૨૦૨૨ થી તા.૨૦/૦૮/૨૦૨૨ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે.

તા.૨૦/૦૮/૨૦૨૨ થી તા.૨૨/૦૮/૨૦૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા. ૨૨/૦૮/૨૦૨૨ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.મોટર વાહનના ઈ-ફોર્મ  ઓક્શનના  પરિણામ  જાહેર  થયેથી  દિવસ  ૫  (પાંચ)  મા  એઆરટીઓ  કચેરી  મોરબી  ખાતે  રજૂ  કરવાના  રહેશે.  પસંદગીના  નંબર મેળવવા  ઇચ્છતી  વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 

 

Leave A Reply

Your email address will not be published.