

હળવદના જુના દેવળિયા ગામે ઇન્ડુસ કંપનીના મોબાઈલ ટાવરમાં લાગવેલ બેટરીની ચોરી થઇ હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાઈ છે.
સુરેન્દ્રનગરના પેઢડા ગામે રહેતા અને આર એસ સિક્યુરીટી કંપનીમાં સુપર વાઈઝર તરીકે કામ કરતા પ્રહલાદસિંહ નટુભા રાણા એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે કોઈ અજાણ્યા ઇસમે ગત અ. ૨૪-૦૬ -૨૦૨૫ ના વહેલી સવારના ચારેક વાગ્યા પહેલા કોઈ પણ સમયે જુના દેવળિયા ગામે તળાવની પાળ પાસે આવેલ ઇન્ડુસ કંપનીના મોબાઈલ ટાવરમાં લગાવેલ અમરારાજા કંપનીની કુલ બેટરી નંગ ૪૮ કીમત આશરે રૂ.૨૫૦૦૦ ની ચોરી કઈ લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે.


