મોરબીમાં પર્યુષણ પર્વ નિમિતે તમામ કતલખાના-નોનવેજ વેચાણ પર પ્રતિબંધ


આગામી તા.૦૮/૦૯/૨૦૨૬ થી તા.૧૬/૦૯/૨૦૨૬ ના રોજ “પર્યુષણ પર્વ“ નિમિત્તે મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, માછલી અને ચીકનનું વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી સુચતપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે ધી બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ ની કલમ ૩૨૯ અને ૩૩૬ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સંબંધકર્તા સર્વેએ ગંભીર નોંધ લેવા કમિશ્નરના જાહેરનામાંમાં જણાવવામાં આવ્યું છે