બપોરે ૨ સુધી વરસાદ : મોરબીમાં સાડા પાંચ, હળવદમાં પાંચ, માળિયા-ટંકારામાં ૪-૪ ઇંચ વરસાદ

 

મોરબી જીલ્લામાં વહેલી સવારથી મેઘરાજા વરસી રહ્યા છે ભારે વરસાદની આગાહી મુજબ જ સવારથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે સવારે ૬ થી બપોરે ૨ સુધીમાં મોરબી જીલ્લામાં ૨ થી સાડા પાંચ ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો

બપોરે ૨ સુધીમાં હળવદ તાલુકામાં ૫ ઇંચ, મોરબી તાલુકામાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો તે ઉપરાંત માળિયા અને ટંકારા પંથકમાં ૪-૪ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે તો વાંકાનેર પંથકમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો છે મોરબી શહેર અને જીલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે સમગ્ર જીલ્લાના રોડ રસ્તા પાણી પાણી થયા છે

Leave A Reply

Your email address will not be published.