પાણીની સતત આવકને પગલે મોરબી મચ્છુ ૨ ડેમના ૧૨ દરવાજા ૧૦ ફૂટ ખોલવામાં આવ્યા

 

મોરબીનો મચ્છુ ૨ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે અને ઉપરવાસમાં પાણીની આવક ચાલુ હોવાથી બપોરે ૨ કલાકે ૧૦ દરવાજા ૧૦ ફૂટ ખોલવામાં આવ્યા હતા પરંતુ હજુ વધુ પાણીની આવક હોવાથી ડેમના દરવાજા વધારવાની ફરજ પડી હતી હાલ ૧૨ દરવાજા ૧૦ ફૂટ ખોલી ૭૬૩૦૮ પાણીનો જથ્થો નદીમાં છોડવામાં આવનાર છે

 

૧૨ દરવાજા ૧૦ ફૂટ ખોલવામાં આવતા મોરબી તાલુકાના જોધપર, લીલાપર, ભડિયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળીયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર નદી, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી અને વજેપર તેમજ માળિયા તાલુકાના વીરવિદરકા, દેરાળા, નવાગામ, મેઘપર, હરીપર, મહેન્દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિયા (મી.) અને રાસંગપર એમ બે તાલુકાના કુલ ૩૨ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે

Leave A Reply

Your email address will not be published.