મચ્છુ ૩ ડેમના ૭ દરવાજા ૮ ફૂટ ખોલવામાં આવ્યા, ૪૬૮૭૨ કયુસેક ઇન્ફ્લો-આઉટફલો

 

મોરબીના મચ્છુ ૩ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે ઉપરવાસમાંથી સતત પાણીની આવકને પગલે ડેમના દરવાજા સવારથી ખોલેલા છે જેમાં વધારો કરવામાં આવી રહ્યો છે મચ્છુ ૩ ડેમના ૭ દરવાજા ૮ ફૂટ ખોલવામાં આવ્યા છે ૪૬૮૭૨ કયુસેક ઇન્ફ્લો સામે ૪૬૮૭૨ કયુસેક આઉટ ફલો જાળવી રાખવામાં આવ્યું છે

 

ડેમના દરવાજા ખોલતા મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી) ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ, સોખડા એમ ૧૩ ગામો તેમજ માળિયા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા, હરીપર અને ફતેપર આઠ ગામો મળીને કુલ ૨૧ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે

Leave A Reply

Your email address will not be published.