

રેન્જ આઇજી નીલિપ્ત રાય દ્વારા મોરબી ની મુલાકાત લેવામાં આવી હોય અને એસપી સહિતના અધિકારીઓને કોઈપણ ગુનેગારને છાવરવાં ના આવે તેવી સૂચના આપવામાં આવી હતી જે બાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં એક એ એસ આઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા પોલીસ બેડામાં ખળભાટ જોવા મળી રહ્યો છે
રેન્જ આઇજી નીલિપ્ત રાય દ્વારા મોરબીની મુલાકાત બાદ કડક કાર્યવાહીની શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે જેમાં તાજેતરમાં પ્રકાશ શેરસીયા નામનો યુવાન પોતાના મજુર માટે પીપળી રોડ દારૂના અડ્ડા પર દારૂ લેવા ગયા બાદ ચાર શખ્સોએ તેનું અપહરણ કરીને માર મારી ૩૭,૦૦૦ ના મુદામાલ ની લૂંટ ચલાવી માર મારવામાં આવ્યો હોય જે યુવાન મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા બાદ પોલીસને જાણ કરવામાં આવી છતાં મોરબી તાલુકા પોલીસ મથકના એ એસ આઈ સબળસિંહ સોલંકી એ ફરિયાદ લેવામાં આનાકાની કરી હોવાની સૂત્રોમાંથી માહિતી મળી હતી જે ધટના ની પગલે હાલમાં તેઓને મોરબી એસપી મુકેશ પટેલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની માહિતી મળી છે
રેન્જ આઇજી નીલિપ્ત રાયની મુલાકાત બાદ મોરબી પોલીસમાં ફફડાટ જોવા મળી રહ્યો છે તો પોલીસ દ્વારા કોઈપણ બેદરકારી રાખવામાં આવશે તો કાર્યવાઈ થશે જ તેવી કડક ભાષામાં સૂચના સૂચના આપવામાં હોય જે સૂચનાની અસર હાલમાં જોવા મળી રહી હોય તેમ લાગી રહ્યું છે તો રેન્જ આઈ જી નીલિપ્ત રાયની મુલાકાત બાદ મોરબીવાસીઓમાં પણ કાયદાની સ્થિતિ સુધરશે અને બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી થશે તેવી આશા જાગી છે
આ ઘટના પરથી એવું લાગી રહ્યું છે કે મોરબીના જિલ્લા પોલીસવડા રેન્જની આઈ જી મુલાકાત બાદ આ કાર્યવાહી કરી છે ખરેખર તેમને આ કાર્યવાહી જ્યારે ઘટના બની ત્યારે કરવાની હતી જો રેનજ આઈ.જી. ની મુલાકાત આ કાર્યવાહી કરવામાં આવી છે તો ક્યાંક ને ક્યાંક મોરબી પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે


