



મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે ફોર્મ ભરવામાં આવ્યા બાદ આજે ફોર્મ ચકાસણી કામગીરી કરવામાં આવી હતી મોરબી જીલ્લા પંચાયત, મહાનગરપાલિકા તેમજ પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાના ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી હતી જેમાં બે ફોર્મ રદ થયા છે
મોરબી જીલ્લા પંચાયતની ઘૂટું બેઠક પરથી બસપા ઉમેદવારનું ફોર્મ રદ થયું છે બસપા ઉમેદવાર જશુબેન મનસુખભાઈ ચૌહાણે ફોર્મ ભર્યું હતું બેઠક ઓબીસી અનામત હતી અને પક્ષે અલગ મેન્ડેડ આપ્યું હતું તેમજ શૈક્ષણિક લાયકાત પણ સિદ્ધ કરી શક્યા ના હતા જેથી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું તે ઉપરાંત મોરબી મહાનગરપાલિકા ચુંટણીમાં વોર્ડ ૦૫ માં અપક્ષ ઉમેદવાર સંતોષ રવજી વણોલનું ફોર્મ ટેકેદારની સહી ના હોવાથી રદ કરવામાં આવ્યું હતું