રાજકોટ ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં તા. ૨૫ થી ત્રણ દિવસ અદ્ભુત ચિત્રોનું પ્રદર્શન યોજાશે


ગુજરાત લલિતકલા અકાદમી પ્રાયોજિત મોરબીના કળાપ્રેમીઓ માટે એક આકર્ષક અને રંગીન અનુભવ લઈને આવી રહ્યું છે વિશેષ વોટર કલર પેન્ટિંગ એક્ઝિબિશન— ઇકોસ ઓફ અર્થ. આ પ્રદર્શનમાં પ્રખ્યાત વોટર કલર આર્ટિસ્ટ રાજેન્દ્ર ચૌહાણ (ચિત્ર શિક્ષક ગ્લોબલ સ્કૂલ મોરબી) દ્વારા જળરંગો (Watercolors) વડે તૈયાર કરાયેલાં અદ્ભુત ચિત્રો ડો.શ્યામાપ્રસાદ પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી- રાજકોટ ખાતે તારીખ 25 થી 27 સપ્ટેમ્બર દરમિયાન પ્રદર્શિત કરવામાં આવશે. વોટર કલર શૈલી તેની પારદર્શકતા અને જીવંતતા માટે જાણીતી છે. તો દરેક કલા પ્રેમીને આ પ્રદર્શનનો લાભ લેવા વિનંતી


