મોરબીના યુવા વકીલોની સુપ્રિમ કોર્ટ ખાતે ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા સાથે શુભેચ્છા મુલાકાત


મોરબી જિલ્લાના યુવા અને ઉત્સાહી વકીલો એડવોકેટ મિતેષભાઈ દવે, એડવોકેટ દર્શનભાઈ દવે અને તેમની ટીમ દ્વારા આજ રોજ ભારતના સર્વોચ્ચ ન્યાયાલય, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, નવી દિલ્હી ખાતે ભારત સરકારના માનનીય સોલિસિટર જનરલ તુષાર મહેતા સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી.
આ મુલાકાત દરમિયાન દેશના વર્તમાન કાયદાકીય માળખા, ન્યાયતંત્રમાં યુવા વકીલોની ભૂમિકા, બંધારણીય મૂલ્યો અને સામાજિક ન્યાય જેવા વિષયો પર વિસ્તૃત અને સાર્થક ચર્ચા કરવામાં આવી હતી. માનનીય સોલિસિટર જનરલ તુષાર મહેતા સાહેબે યુવા વકીલોને કાયદાના વ્યવસાયમાં પ્રામાણિકતા, સખત પરિશ્રમ અને રાષ્ટ્રહિત સર્વોપરીના મંત્ર સાથે આગળ વધવા માટે માર્ગદર્શન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ મુલાકાત મોરબીના યુવા વકીલો માટે અત્યંત પ્રેરણાદાયી અને ગૌરવપૂર્ણ રહી હતી. પ્રતિનિધિ મંડળે તુષાર મહેતા સાહેબનો તેમના અમૂલ્ય સમય અને માર્ગદર્શન બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.