

શહેરના વિસીપરા વિસ્તારમાંથી બાઈક ચોરી કરનાર ઈસમને બી ડીવીઝન પોલીસે ઝડપી લઈને રૂ ૧૫ હજારની કિમતનું બાઈક રીકવર કર્યું છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા મદીના સોસાયટી નાકા પાસે એક શંકાસ્પદ ઇસમ બાઈક સાથે જોવા મળ્યો હતો જે બાઈક નંબર પ્લેટ વગરનું હતું જેના કાગળો માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું અને ઇસમની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા બાઈક મોરબી વિસીપરા લાયન્સનગર મંગલેશ્વર મહાદેવ મંદિર પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી બી ડીવીઝન પોલીસે આરોપી સદામ અનવર બુખારી રહે વિસીપરા રણછોડનગર ૧ વાળાને ઝડપી લઈને બાઈક જીજે ૦૩ બીએલ ૩૭૧૦ કીમત રૂ ૧૫ હજાર વાળું રીકવર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે