જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષામાં એરવાડિયા યુગ ૯૯.૭ ટકા સાથે મોખરે

ટોપર વિદ્યાર્થીઓ દ્વારા તક્ષશિલા સંકુલ  દ્વારા અપાતા નિઃશુલ્ક કોચિંગ સેન્ટરને ક્રેડિટ અપાયું

 

તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાનસાધના પરીક્ષાનું પરિણામ જાહેર થયુ. આ પરીક્ષામાં તક્ષશિલા સંકુલના ૧૨ વિદ્યાર્થીઓ મેરિટમાં સ્થાન પામ્યા. જેમા માનગઢ ગામના વતની અને હળવદની તક્ષશિલા સંકુલમાં અભ્યાસ કરતા એરવાડિયા યુગ ઘનશ્યામભાઈએ ૯૯ માર્કસ સાથે સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો.

 

આ પરીક્ષામાં જનરલ નોલેજ, રિજનિંગ, મેથ્સ પઝલ અને સામાન્ય વિષયના પ્રશ્નો પૂછવામાં આવે છે. આ તકે યુગ એરવાડિયાએ  જણાવ્યું હતું કે મને હંમેશા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં રસ છે. અને આ વર્ષે તો તક્ષશિલા સંકુલ દ્વારા દરરોજ એક કલાક જ્ઞાનસાધના પરીક્ષાના ટ્યુશન પણ ફ્રી ઓફમાં ચલાવ્યા હતા. શાળા કક્ષાએ ટોપ થ્રીમા એન્ટ્રી કરનાર પાર્થ મકવાણા અને ત્વિશા હડિયલે પણ તક્ષશિલા સંકુલ દ્વારા નિઃશુલ્ક ક્લાસિસને શ્રેય આપ્યો હતો. ચોથા નંબરે શાહનવાજ અંસારી અને પાંચમા નંબરે હિમાંશુ સોલંકીને પણ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા.

 

મયુર રાવલ હળવદ

 

Leave A Reply

Your email address will not be published.