વાંકાનેર : પાવડરની બેગ નીચે ફસાયેલા બેને બચાવવા ગયેલ બીજા બે પણ દબાઈ ગયા, એકનું મોત

ફેકટરીમાં પાવડર થેલીઓ નીચે દબાઈ જતા યુવાનનું મોત, ત્રણને ઈજા 

            વાંકાનેરના ઢુવા નજીક ફેકટરીમાં પાવડર થેલીઓ ભરવાનું કામ ચાલુ હતું ત્યારે થેલીઓનો થપ્પો માથે પડતા શ્રમિકો નીચે દબાઈ ગયા હતા જેમાં ત્રણ યુવાનને ઈજા પહોંચી હતી જયારે એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું

 

            બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના વતની હાલ વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં નાગમતિ એન્ટરપ્રાઈઝ મિરેકલ સિરામિકમાં રહીને કામ કરતા મુકેશકુમાર (ઉ.વ.૩૭) અને અજીતકુમાર વીરેન્દ્રસિંહ બંને મિરેકલ ગોડાઉનમાં સ્ટોકનો થપ્પો મારેલ પચાસ કિલો સિરામિક પાવડર ભરેલી થેલીઓ ઓર્ડર મુજબ મોટા બોરામાં ખાલી કરતા હતા અને મુકેશકુમાર થપ્પામાંથી નીચેની પાવડર થેલી ખેંચતા ઉપર રહેલી થપ્પામાંથી પાવડર ભરેલી વજનદાર થેલીઓ માથે પડતા મુકેશકુમાર અને અજીતકુમાર નીચે દબાઈ જતા તેને બચાવવા કાલુભાઈ ભુરીયા, લાખન જાટવ અને અન્ય આવ્યા હતા

 

          મુકેશકુમાર તેમજ અજીતકુમારને બહાર કાઢવા પાવડરની વજનદાર બોરીઓ હટાવવા હતા ત્યારે બાજુમાં રહેલ બીજો પાવડર ભરેલ વજનદાર થેલીઓ કાલુ ભુરીયા અને લાખન જાટવ પર પડતા તેઓ પણ નીચે દબાઈ ગયા હતા અને બોરીઓ હટાવતા મુકેશકુમારનું મોત થયું હતું તેમજ અન્ય ત્રણને ઈજા પહોંચી હતી

Leave A Reply

Your email address will not be published.