

મોરબીના જેતપર ગામે ગુજરાત સત્યાગ્રહ છાવણીમાં ખેડૂતો વીજ લાઈન વળતર મામલે અઢી માસથી લડત ચલાવી રહ્યા છે અને સરકારના પરિપત્ર અને MRC કમિટીનો વિરોધ તેમજ ગામોગામ ભાજપ નેતાઓને પ્રવેશબંધી બેનરો સહિતના વિરોધ વચ્ચે તાજેતરમાં હળવદના સરંભડા ગામે ૨૨૦ કેવી લાઈન ખેતરમાં તૂટ્યાની ઘટના બાદ હવે મોરબીના નીચી માંડલ ગામમાં જેટકોની ૨૨૦ કેવી હાઈ વોલ્ટેજ લાઈન ખેતરમાં તૂટી પડી હતી ત્યારે ખેડૂત ટ્રેક્ટરથી કામગીરી કરી રહયા હતા અને ખેડૂતોના જીવ ભગવાન ભરોસે હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે
મોરબીના નીચી માંડલ ગામે ખેતર ઉપરથી પસાર થતી ૨૨૦ કેવી હેવી લાઈનનો તાર તૂટી પડ્યો હતોત્યારે નવલભાઈ કુંડારિયા ટ્રેક્ટરથી કામગીરી કરતા હતા અને નવલભાઈના ટ્રેક્ટરથી તાર થોડે દુર પડ્યો હતો અને નસીબ જોગે તેઓ બચી ગયા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જે તાર તૂટવાની ઘટના અંગે ખેડૂતે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ખેતરમાં ટ્રેક્ટરથી કામગીરી કરતા હતા ત્યારે ઉપરથી તાર તૂટી પડ્યો હતો અને થોડે દુર પડ્યો હતો જે લાઈન નાખ્યાને ૩૫ વર્ષ વીત્યા પરંતુ મેન્ટેનન્સ કામગીરી થઇ નથી
તેમજ ઘટનાને પગલે જેતપર ખેડૂત છાવણીના અગ્રણીઓ સ્થળ પર પહોંચી ગયા હતા ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ૩૦ વર્ષ પહેલા લાઈન નાખી પરંતુ કોને નાખી અને વળતર આપ્યું કે નહિ તેની કોઈ માહિતી નથી ખેડૂતોને જાણવાનો અધિકાર પણ આપતા નથી અધિકારીઓ ચાલુ પાકમાં મંજુરી વિના આવી જાય છે ખેડૂતોને જો હક હોય તો ૩૦ વર્ષ પહેલા કોની મંજુરીથી લાઈન નાખી તે જણાવો તેમજ ૩૫ વર્ષ પૂર્વે લાઈન નાખી ત્યારે વળતર આપ્યું નથી અને જાણ પણ કરી ના હોવાના ખેડૂતે આક્ષેપો કર્યા હતા તો ખેડૂત પરિવારને કાઈ થાય તો જવાબદારી કોની તેવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો


