નસીતપર ગામે પાકીટ ચોરીની શંકાએ યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો

 

ટંકારા તાલુકાના નસીતપર ગામે પાકીટ ચોરીની શંકાએ મિત્રની હત્યા કરનાર આરોપીને ટંકારા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

ગત તા. ૨૮ જુનના રાત્રીના દસેક વાગ્યે ટંકારાના નસીતપર ગામની સીમમાં વાડીએ ખેતમજુરી કરતા રવિભાઈ બાબુભાઈ ચોરાસા અને તેનો મિત્ર અનીલ અશ્વિનભાઈ મકવાણા વચ્ચે ઝઘડો થયો હતો પાકીટ ચોરીની  શંકાએ આરોપી અનીલ મકવાણાએ લાકડાના ધોકા વડે રવિ ચોરાસાને શરીરે અને માથામાં માર મારતા ગંભીર ઈજા પહોંચતા હત્યા થઇ હતી

 

જે હત્યાના બનાવ મામલે ફરિયાદી અશોકસિંહ હનુભા ઝાલાએ હત્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી ટંકારા પીઆઈ જે ડી ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમે આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી હતી અને ગણતરીની કલાકોમાં હત્યાના આરોપી અનીલ અશ્વિનભાઈ મકવાણા (ઉ.વ.૪૨) રહે મોરબી વિસીપરા કુલીનગર ૧ વાળાને ઝડપી લઈને બનાવમાં વપરાયેલ લાકડાનો ધોકો અને મોબાઈલ સહિતનો મુદામાલ કબજે લીધો છે

Leave A Reply

Your email address will not be published.