ભરતનગર નજીક બે બાઈક અથડાતા દંપતીને ઈજા, અજાણ્યો બાઈક ચાલક ફરાર

 

ભરતનગર નજીક અજાણ્યા બાઈક ચાલકે અન્ય બાઈકમાં જતા દંપતીને ઠોકર મારી હતી જે અકસ્માતમાં દંપતીને ઈજા પહોંચી હતી અકસ્માત સર્જી અજાણ્યો બાઈક ચાલક પોતાનું બાઈક લઈને નાસી ગયો હતો

 

ટંકારાના સજનપર (ઘુનડા) ગામે રહેતા અરવિંદભાઈ માવજીભાઈ જાદવ (ઉ.વ.૪૭) વાળાએ અજાણ્યા મોટરસાયકલ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે અજાણ્યા બાઈક ચાલકે પોતાનું બાઈક રોંગ સાઈડમાં ફૂલ સ્પીડમાં ચલાવી મોરબી-માળિયા હાઈવે પર આવેલ ભરતનગર ફાર્મ સામે રોડની કટ નજીક ફરિયાદીના બાઈક જીજે ૩૬ કે ૩૨૮૮ સાથે ભટકાડી અકસ્માત કર્યો હતો અને ત્યારે રોડ પરથી ટ્રક કન્ટેનર પસાર થતું હોય જે ટ્રક કન્ટેનર ફરિયાદીના પત્ની ગીતાબેનના હાથમાં ઠોકર લાગતા હાથમાં ઈજા અને ફરિયાદીને પગમાં અને શરીરે તેમજ ગીતાબેનને હાથમાં, શરીરે અને પાંસળીના ભાગે ફ્રેકચર ઈજા કરી અજાણ્યો બાઈક ચાલક નાસી ગયો હતો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.