

વાંકનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણ અને દુષ્કર્મના ગંભીર ગુન્હામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લા ખાતેથી ઝડપી પાડ્યો છે.
નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત પોલીસ ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે તપાસ હાથ ધરીને મૂળ રાજસ્થાનના ભરતપુર જિલ્લાના નાગલા ગામના વતની અને હાલ ડ્રાઇવિંગનું કામ કરતા ૩૦ વર્ષીય આરોપી મુસ્લિમખાન ઉર્ફે સાહાબુદીનખાનને મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના રામટેક આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો. આરોપી લાંબા સમયથી પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ વિસ્તારોમાં ડ્રાઇવર તરીકે કામ કરીને પોલીસ પકડથી બચતો ફરતો હતો. આરોપીને કબજે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે વાંકનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપી આપવામાં આવ્યો છે.