મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચુંટણીમાં ૬૫ ટકા, જીલ્લા પંચાયતમાં ૭૧ ટકા મતદાન
ત્રણ નગરપાલિકા અને પાંચ તાલુકા પંચાયતમાં સરેરાશ ૭૦ ટકા જેટલું મતદાન નોંધાયું


મોરબી જીલ્લામાં આવતી મોરબી મહાનગરપાલિકા, મોરબી જીલ્લા પંચાયત, પાંચ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકા ચુંટણી માટે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું છે જેમાં મોરબી મહાપાલિકામાં ૬૫ ટકા અને જીલ્લા પંચાયતમાં ૭૧ ટકા જેટલું મતદાન નોંધાયું છે તો વાંકાનેર નગરપાલિકામાં સૌથી ઓછું ૫૮.૫૬ ટકા મતદાન જયારે સૌથી વધુ ટંકારા નગરપાલિકામાં ૮૧.૨૭ ટકા મતદાન નોંધાયું છે
સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધીમાં મોરબી મહાનગરપાલિકામાં ૬૫.૬૨ ટકા, મોરબી જીલ્લા પંચાયતમાં ૭૧.૦૯ ટકા, તેમજ ત્રણ નગરપાલિકા પૈકી વાંકાનેર પાલિકામાં ૫૮.૫૬ ટકા, માળિયા પાલિકામાં ૭૧.૯૨ ટકા અને ટંકારા નગરપાલિકામાં સૌથી વધુ ૮૧.૨૭ ટકા મતદાન નોંધાયું છે તેમજ પાંચ તાલુકા પંચાયત પૈકી માળિયા તાલુકા પંચાયતમાં ૬૯.૧૧ ટકા, મોરબી તાલુકા પંચાયતમાં ૬૭.૩૮ ટકા, હળવદ તાલુકા પંચાયતમાં ૬૬.૮૧ ટકા, ટંકારા તાલુકા પંચાયતમાં ૭૩.૧૬ ટકા અને વાંકાનેર તાલુકા પંચાયતમાં ૭૭.૮૧ ટકા મતદાન નોંધાયું છે
મોરબી જીલ્લા પંચાયતમાં ૭૧ ટકાથી વધુ મતદાન નોંધાયું છે તો ત્રણ નગરપાલિકાનું સરેરાશ મતદાન ૭૦ ટકા આસપાસ રહ્યું છે અને પાંચ તાલુકા પંચાયતનું મતદાન પણ ૭૦ ટકા સરેરાશ જોવા મળી રહ્યું છે જોકે મોરબી મહાનગરપાલિકાનું મતદાન જીલ્લાના સરેરાશ કરતા ઓછું જોવા મળી રહ્યું છે
નવી બનેલી ટંકારા નગરપાલિકામાં સૌથી વધુ, વાંકાનેર પાલિકામાં સૌથી ઓછું મતદાન
ટંકારા નગરપાલિકાની રચના બાદ પ્રથમ વખત ચુંટણી યોજાઈ હતી જેમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કરતા ૮૧.૨૭ ટકા મોરબી જીલ્લાનું સૌથી વધુ મતદાન નોંધાયું છે તો સૌથી ઓછું મતદાન વાંકાનેર નગરપાલિકાનું ૫૮.૫૬ ટકા રહ્યું છે


