

પુ. ગચ્છાધિપતી આચાર્ય સાધના સમ્રાટ ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં ભગવાન મહાવીર સ્વામીના કેવલજ્ઞાન કલ્યાણક વૈશાખ સુદ ૧૦, તા. ૨૬ ને રવિવારે ૩૫૦ થી વધુ ભાવિકોની હાજરીમાં શાસન સ્પર્શનો ભક્તિસભર કાર્યક્રમ યોજાયો હતો જેમાં સંઘ રત્ન પ્રમુખ નવીનભાઈ દોશીએ ધ્વજા રોહણ કર્યું હતું
સાથે સંઘ દીપિકા ઉર્મિલાબેન મહેતા, યોગેશભાઈ મહેતા, હસમુખભાઈ દોશી, અશોકભાઈ મહેતા, કેતનભાઈ મહેતા, સમીર મહેતા, કમલેશભાઈ દફતરી, ભરતભાઈ સંઘવી વિ.એ જૈન ધ્વજને વધાવ્યા હતા ઉપસ્થિત શ્રાવક-શ્રાવિકાઓએ ૨૫૮૨ માં શાસન સ્થાપના વર્ષ નિમિતે શાસન, વંદના કરી જૈન ધર્મ, આગમ અને આદર્શોને અનુસરવા અને વફાદાર રહેવા સંકલ્પ કર્યો હતો
શ્રી તરલાકુમારી આર્યાજીના માર્ગદર્શન મુજબ ૩૦ થી વધુ નાના-મોટા કુમાર-કુમારિકાઓએ ગીત-ડાંસ, સંવાદ અને વિવિધ પાત્રના અભિનય સંવાદ સાથે કાર્યક્રમને રોચક બનાવ્યો હતો કથ્થક નૃત્ય અને ભરત નાટ્યમમાં નવકાર મંત્રી અને ત્રિપદીના ગીતમાં ભાવભંગિમા લય અને નૃત્ય જોઇને સૌ પ્રભાવિત થયા હતા મુખ્ય પાત્રમાં નૈતિક ખોખાણી, શિલ્પા પીયુષભાઈ દફતરી, પ્રીતિ મહેતા, જીજ્ઞ કપાસી, પારૂલ મહેતા, મોનાર્ક દફતરી, ધ્રુવ મહેતા, મીહિત મહેતા, મોક્ષા, હેતવી, ખુશી, શોભા, શ્રદ્ધેય, પ્રિયા પટેલ, ડો. વૈભવ અને નિધિ દફતરી, મેઘા દફતરી, ધાર્મી મહેતા, વિહા દફતરી, રહ્યા હતા કોરિયોગ્રાફી અમિતા દફતરી અને સંચાલન કેતન મહેતા, હેતલબેન દફતરીએ કર્યું હતું
આજના દિવસે દિલીપભાઈ દોશીએ વર્ષાતપનું પારણું પણ કર્યું હતું શ્રી સંઘ તરફથી તેમનું સન્માન કરાયું હતું ડો. પુ. શ્રી ચિંતનચંદ્રજી સ્વામીએ પ્રવચન પુષ્પોમાં ભગવાન મહાવીરની પુરુષાર્થ યાત્રાથી કેવલજ્ઞાન સુધીની રજૂઆત કરી હતી આ પ્રસંગે સાધર્મિક ભક્તિ અને ગૌતમ પ્રસાદીનો લાભ લેનાર શ્રી મીતા કમલેશભાઈ દફતરી, ભરતભાઈ સંઘવી, કેતન દીપ્તિ દફતરી, લાલભાઈ પ્રિન્સ કેટરર્સવાળાની સેવા અને ગુરુભક્તિની અનુમોદના કરીને પુ. આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા




