

મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીનો જંગ બરાબરનો જામ્યો હતો ત્યારે જો જરા વાર પણ વીજળી જાય તો રાજકીય પક્ષો દેકારો કરી મુકતા હોય છે જો કે અનોખો સંજોગ જોવા મળ્યો હા આ સાંભળીને તમે જરા પણ નવાઈ ના પામતા સમાન્ય દિવસોમાં વીજ કાપ ના હોય તો પણ ગમે ત્યારે વીજળી ગુલ થઇ જતી હોય છે પણ ગઈકાલે મતદાનના દિવસે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધી એક પણ જગ્યા એ ફોલ્ટ ના સર્જાયો અને જેવું મતદાન પૂર્ણ થયું ત્યાં જમ્પરને યાદ આવ્યું કે આજ તો હું બગડ્યું નથી તો હવે બગડી જવાય જેથી મતદાનના ગણતરીની મીનીટોમાં જમ્પર ખરાબ થઇ ગયું
આજની વાત કરીએ તો મોરબીના સાવસર પ્લોટમાં ગઈકાલે સાંજે વીજળી ગુલ થઇ હતી પરંતુ ગણતરીની કલાકોમાં આવી પણ ગઈ છતાં પણ આજ સવારે ફરી વીજળી ગુલ થઇ ગઈ અને કમ્પ્લેઇન નંબરમાં ફોન કરો તો લાગે તો નહિ જ.અનેક વાર ફોન કર્યા બાદ ફોન પીજીવીસીએલના કર્મચારીઓએ ફોન ઉપાડીને ઉડાવ જવાબ આપ્યા અને કહેછે કે કાલ રીપેરીંગ ના કર્યું આજે કરવું પડ્યું.
લાગે છે કે જમ્પરને પણ ભાજપના નેતાઓની બીક લાગે છે ચુંટણી હોય એટલે ના બગડે પછી તરત બગડી જાય અને અધિકારીઓને પણ શું ભાજપના નેતાથી બીક રાખવી પડે છે ? મતદાન કે મત ગણતરી કે મોટા નેતાના આગમનના સમયે લાઈટના જાય તેનું પુરતું ધ્યાન રાખવામાં આવે છે પણ સમાન્ય નાગરિક જે પૈસા ભરીને લાઈટ મેળવે છે તેની કોઈને પડી જ નથી તે તો હેરાન થવા જ આવ્યા છે તેવો ધાટ સર્જ્યો છે


