રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન શા માટે આવ્યા મોરબી, જાણો અહી

કેન્દ્રીય આયોગના ચેરમેન બે દિવસની મોરબીની મુલાકાતે

રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકારના ચેરમેન મનહર ઝાલા આજથી બે દિવસની મોરબીની મુલાકાતે આવ્યા છે જેમાં પ્રથમ દિવસે જીલ્લા કલેકટર કચેરીએ બેઠક બોલાવી હતી. બેઠકમાં રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહર ઝાલાએ સરકારની યોજનાઓ વિષે માહિતી ઉપરાંત મોરબી જીલ્લામાં સફાઈ કામદારોની સ્થિતિની સમિક્ષા કરી હતી. સંબંધિત અધિકારીઓને સુચના આપીને જણાવ્યું હતું કે  સફાઈ કામદારોના પ્રશ્નો વિષે સજાગતા કેળવાય, કામદારોને ભૂગર્ભ ગટરના કામો માટે ના મોકલવામાં આવે, વર્ષમાં બે વખત સફાઈ કામદારોના આરોગ્યના ચેકઅપ માટે મેડીકલ કેમ્પ યોજવામાં આવે, કામદારોને તમામ સુવિધાઓ મળવી જોઈએ તેમજ નિવૃત થતા સફાઈ કામદારોને વહેલી તકે મળવાપાત્ર લાભો મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે તાકીદ કરવામાં આવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat