


મળતી વિગત અનુસાર ખાનપર ગામે રેહતા કલ્પેશભાઈ પ્રભુભાઈ દલસાણીયાએ ફરિયાદ નોંધાવી છે કે તે પોતાના રહેણાંક મકાન પાસે રહેતા પોપટભાઈ પરમાર બાથરૂમ બનાવતા હતા તે સ્થળે બાથરૂમ નહિ બનાવવાનું કહેતા આરોપીના દીકરા વિજય અને દીપકે ઢીકાપાટુંનો માર મારી આરોપીના પત્ની શારદાબેને ફરિયાદીના વાળ પકડી માર માર્યાની ધમકી અંગે ફરિયાદ નોંધાઈ છે. જયારે સામાપક્ષે પોપટભાઈ ભલાભાઈ પરમારે ફરિયાદ નોધાવી છે કે તે પોતાના મકાનની બાજુમાં સંડાસ બાથરૂમ બનાવ્યા છે જેમાં આરોપીઓ કલ્પેશ પ્રભુ પટેલ, ગુણવંત મોહન પટેલ, પ્રભુ બચું પટેલ અને દીપક પ્રાણજીવન પટેલને નહિ ગમતા ફરિયાદી અને તેના દીકરા દીપક તેમજ મીનાબેનને આરોપીઓએ એકસંપ કરી માર માર્યો હતો તેમજ સંડાશ બાથરૂમને નુકશાન પહોંચાડી, જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાનું જણાવ્યું છે. પોલીસે એટ્રોસિટી સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.

