હળવદના કવાડિયા ગામે ખોટો પેઢી આંબો બનાવી જમીન પર રૂ ૭.૯૦ લાખનું ધિરાણ મેળવ્યું

 

હળવદ તાલુકાના કવાડિયા ગામમાં મહિલાએ ફરિયાદીના મૃત્યુ પામેલા કાકાની જમીનનો ખોટું સોગંધનામું બનાવી, ખોટા મરણ દાખલા કઢાવી, તલાટી સમક્ષ ખોટો પેઢી આંબો બનાવી જમીનમાં પોતાનું નામ દાખલ કરી રૂ ૭.૯૦ લાખનું કૃષિ ધિરાણ મેળવી લીધું હતું હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

હળવદના કવાડિયા ગામે રહેતા મશરૂભાઈ તીકુભાઈ લોદરીયા (ઉ.વ.૬૬) નામના વૃદ્ધે આરોપી ચંપાબેન દેવજીભાઈ કોળી રહે કવાડિયા હાલ રહે ધ્રાંગધ્રા અને પોલીસ તપાસમાં ખુલે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ચંપાબેને ફરિયાદીના મૃત્યુ પામેલા કાકા અવચરભાઈ જેના લગ્ન થયા ના હતા તેની કવાડિયા ગામની સર્વે નં ૨૬૫ પૈકી ૩૬ માં પોતાનું નામ દાખલ કરવા, અવચરભાઈ અને તેના વારસદારોના ખોટું સોગંધનામું બનાવી, સોગંધનામમાં દર્શાવેલ અવચરભાઈ અને અન્ય વારસદારોના જીવા ગ્રામ પંચાયતમાંથી ખોટા મરણના દાખલા કઢાવી, તલાટી, કવાડિયા સમક્ષ રજુ કરી, અવચરભાઈનો ખોટો પેઢી આંબો બનાવી, જમીનમાં પોતાનું નામ દાખલ કરી, જમીન પર કૃષિ વિષયક ધિરાણ મેળવી રૂ ૭,૯૦,૦૦૦ બોજો કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવી છે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.