

મીતાણા નેકનામ રોડ પર રાહદારી યુવાન ચાલીને જતો હતો ત્યારે અજાણ્યા વાહનચાલકે યુવાનને ઠોકર મારી ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી નાસી ગયો હતો ટંકારા પોલીસે હીટ એન્ડ રનના બનાવ મામલે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મૂળ મધ્યપ્રદેશના વતની હાલ ટંકારાના ધ્રોલીયા ગામના પાટિયા પાસે ફેકટરીમાં રહીને કામ કરતા ભીમસિંગ છગનભાઈ ડાવર (ઉ.વ.૩૯) વાળાએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૧ ના રોજ વહેલી સવારના અઢી ત્રણ વાગ્યાના અરસામાં ફરિયાદીના સાળા સુનીલભાઈ કૈલાશભાઈ મકવાણા રોડ પર ચાલીને જતા હતા ત્યારે મીતાણા નેકનામ રોડ પર અજાણ્યા વાહનચાલકે સુનીલભાઈને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા સુનીલભાઈનું મોત થયું હતું અકસ્માત બાદ વાહન લઈને ચાલક નાસી ગયો હતો ટંકારા પોલીસે હીટ એન્ડ રનની ફરિયાદ નોંધી ફરાર વાહનચાલકને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે