મોરબીમાં વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ બાપ્પાના ભવ્ય સ્વાગત સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ

શહેરમાં મોટા આયોજન ઉપરાંત શેરીએ-ગલીએ અને ઘરોમાં ગણેશ સ્થાપના ૧૧ દિવસ સુધી ભક્તિ-પૂજન કરી બાદમાં બાપ્પાનું કરાશે વિસર્જન

 

વિઘ્નહર્તા દુંદાળા દેવ, ગણપતિ બાપ્પાનું ભવ્ય આગમન મોરબી ખાતે થઇ ચુક્યું છે છેલ્લા ૨-૩ દિવસથી ગણપતિ બાપ્પાની મૂર્તિઓની ખરીદી કર્યા બાદ આજે ગણેશ ચતુર્થીના પાવન અવસરે ઢોલ નગારાના તાલે નાચતા ઝૂમતા ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત કરી સ્થાપના કરવામાં આવી છે

 

મોરબીના કેનાલ રોડ પર સિદ્ધિ વિનાયક કા રાજા, રવાપર ઘુનડા રોડ પર પટેલ ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવ, રવાપર રોડથી નવા બસ સ્ટેન્ડ જતા રોડ પર બાલાજી ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવ સહિતના મોટા આયોજન ઉપરાંત શેરીએ ગલીએ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સોની બજાર કા રાજા ગણેશ મહોત્સવમાં આજે વેરાઈ શેરીના રહીશોએ ઢોલ નગારા અને અબીલ ગુલાલની છોળો વચ્ચે નાચતા ઝૂમતા ગણપતિ બાપ્પાનું ભવ્ય સ્વાગત કર્યું હતું બાપ્પાને વિધિ વિધાન સાથે સ્થાપના કરવામાં આવી છે અને ૧૧ દિવસ સુધી સવાર-સાંજ પૂજા- આરતી કરવામાં આવશે ઉપરાંત વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરી અંતે બાપ્પાને અશ્રુભીની વિદાઈ આપી વિસર્જન કરવામાં આવશે

 

Leave A Reply

Your email address will not be published.