




ઘૂટું ગામથી ઉંચી માંડલ જતા રોડ પર ટેન્કર સાથેનું ટ્રેક્ટર લઈને ચાલક સહિતના બે જતા હતા ત્યારે કાર ચાલકે ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે કાર અથડાવી અકસ્માત કર્યો હતો અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક સીટ પરથી નીચે પડી જતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
મૂળ મહીસાગર જીલ્લાના વતની હાલ હળવદના ચરાડવા ગામે રહેતા ચંદ્રિકાબેન રાકેશભાઈ ભુરીયા (ઉ.વ.૩૩) વાળાએ કાર જીજે ૦૧ ડબલ્યુ એચ ૭૧૧૮ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પતિ રાકેશભાઈ અને ઉદેસીંગ બંને ટ્રેક્ટર જીજે ૩૬ એકે ૬૬૬૯ લઈને ઘૂટું ગામથી ઉંચી માંડલ રોડ પર જતા હતા ટેન્કર સાથેનું ટ્રેક્ટર લઈને જતા હતા ત્યારે પાછળથી કાર ચાલકે ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે કાર ઘુસાડી અકસ્માત કર્યો હતો અકસ્માતમાં ટ્રેક્ટરના આગળના બમ્પરમાં જોરથી ઠોકર મારતા ટ્રેક્ટરને ઝટકો લાગતા ફરીયાદીના પતિ રાકેશભાઈ ભુરીયા ટ્રેક્ટરની ડ્રાઈવર સીટ પરથી નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
