લુણસર નજીક ડમ્પર સાઈડમાં ચલાવવાનું કહેતા ચાર ઇસમોએ યુવાનને માર માર્યો

 

લુણસર નજીક સિંગલ પટ્ટી ડામર રોડ પર ડમ્પર વચ્ચોવચ ચલાવનાર ચાલકને સાઈડમાં ચલાવવાનું કહેતા સારું નહિ લાગતા ડમ્પર ચાલક સહીત ચાર ઇસમોએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

 

વાંકાનેર તાલુકાના લુણસર ગામે રહેતા વિકાશુંભાઈ નવઘણભાઈ વાઘેલા (ઉ.વ.૨૩) વાળાએ આરોપીઓ વિજય અઘારા રહે દેપરા ગામ તા. મુળી, ડમ્પર જીજે ૧૩ એએક્સ ૭૪૯૧ નો ચાલક તેમજ બે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૮ ના રોજ લુણસર ગામ પાસે ફરિયાદી પોતાની કાર જીજે ૧૩ સીઈ ૯૫૫૪ લઈને થાનગઢ તાલુકાના સોનગઢ ગામથી વાંકાનેર તાલુકાના સરધારકા ગામ જતો હતો ત્યારે લુણસર નજીક સામેથી આરોપીનું ડમ્પર રોડ વચ્ચોવચ પુરઝડપે ચલાવી આવતો હતો

 

જે બંને વાહનો સિંગલ પટ્ટી ડામર રોડ પર સરળતાથી પસાર થાય તે બાબતે ડમ્પર ચાલકને રોડ સાઈડમાં ચલાવવા સમજાવતા આરોપીને સારું નહિ લાગતા ચારેય ઇસમોએ યુવાનને માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.