મોરબી : “આવો ઘર આંગણે કિચન ગાર્ડન ઉછેરીએ” ઉછેરેલ કોઇપણ એક વનસ્પતિના ઔષધીય ગુણ, ઉપયોગ સમજાવો

 

તા.26 જુલાઈ કારગીલ વિજય દિવસ તથા તા.27 જુલાઈ આપણાં મિસાઈલ મેન મહાન વૈજ્ઞાનિક શ્રી એ પી જે અબ્દુલ કલામ સાહેબની પુણ્યતિથિની યાદમાં “આવો ઘર આંગણે કીચન ગાર્ડન ઉછેરીએ”  ઉછેરેલ કોઈપણ એક વનસ્પતિ નાં ઔષધિય ગુણ, ઉપયોગ સમજાવો માં ભાગ લેવા આમંત્રણ પાઠવ્યું છે

“ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ( ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગુજરાત સરકાર ) ગાંધીનગર” દ્વારા માન્ય “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા આયોજીત કારગીલ વિજય દિન ૨૬ મી જુલાઇના રોજ ભારતે પાકિસ્તાન  પર કારગિલ યુદ્ધ માં વિજય પ્રાપ્ત કરેલ જે કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

ઇ.સ. ૧૯૯૯માં કારગિલ વિજય પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન માન. શ્રી અટલ બિહારી વાજપેયીજીએ આ દિવસને કારગિલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો કારગીલ વિજય દિવસ ૨૬ જુલાઈ અને મિસાઇલ મેન મહાન વૈજ્ઞાનિક શ્રી એ પી જે અબ્દુલ કલામ સાહેબની પુણ્યતિથિ તા. ૨૭ જુલાઈ એ વિર શહિદો તથા ડો. કલામ સાહેબને શ્રધ્ધાંજલિ જન જનમાં જાગૃતિ લાવીએ. આવો ઘરના આંગણામાં કીચન ગાર્ડન ઉછેરીએ..”

આ સ્પર્ધામાં  સ્પર્ધકોએ ઘરમાં  કે આંગણાની ખુલ્લી જગ્યામાં ઉછેરેલ વિવિધ પ્રકારની વનસ્પતિ એટલે કે “કીચન ગાર્ડન” ની વનસ્પતિ કે જેનાં ઔષધીય ગુણ હોય તેવી કોઈપણ એક વનસ્પતિ નાં ઔષધિય ગુણ, ઉપયોગ સમજાવતાં હોય તેવો વિડીયોગ્રાફી કરી મોકલવાની છે.

કેટેગરી:-1 થી 4 માટે આ સ્પર્ધા માં આપનાં ‘કીચન ગાર્ડન ” માં ઉછેરેલ કોઈપણ એક વનસ્પતિ નાં ઔષધિય ગુણ, ઉપયોગ સમજાવતો  વિડીયો બનાવી ભાગ લઈ શકાય એ માટે ની છેલ્લી તા. 27 જુલાઈ  સાંજે 6=00 સુધી માં નીચે આપેલ કોઈપણ એક ( 1) વૉટ્સપ નંબર 98249 12230 / 97279 86386 પર મોકલી આપો

‘આર્યભટ્ટ’ લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી  દ્વારાં આયોજીત વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા માટે આમંત્રણ આપીએ છીએ આપનાં મિત્રો તથા આપનાં અન્ય ગૃપનાં વૉટ્સપમાં આ સ્પર્ધામાં ભાગ લેવા માટે આ માહીતી મોકલવા કૃપા કરશો

 

Leave A Reply

Your email address will not be published.