



હળવદ તાલુકાના જુના માલણીયાદ, ઈંગોરાળા અને એન્જાર ગામમાં કુલ ૧૭ નાગરિકો ફસાયેલા હતા જેને NDRF અને SDRF ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા
હળવદ તાલુકાના જુના માલણીયાદ ગામમાં ૫ નાગરિકો પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા જેથી NDRF ટીમની મદદ લેવામાં આવી હતી અને NDRF ટીમે કલાકો સુધી શોધખોળ કર્યા બાદ રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી તો ઈંગોરાળામાં ૫ અને એન્જાર ગામમાં ૭ નાગરિકો ફસાયેલા હતા જે ૧૨ નાગરિકોને SDRF ટીમે બચાવી લીધા હતા એન્જાર ગામમાં ફસાયેલા ગોવિંદભાઇ ચંદુભાઈ નાયક, નીલેશભાઈ ગોવિંદભાઇ નાયક, સમજુબેન ગોવિંદભાઇ નાયક, ચકુબેન નિલેશભાઈ નાયક, કાજલબેન નિલેશભાઈ નાયક, કરણભાઈ નિલેશભાઈ નાયક અને ઈન્દ્રરાજ નિલેશભાઈ નાયકનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા
માળિયાના જુના ઘાટીલા ગામે માલધારી યુવકનું પાણીમાં તણાઈ જતા મોત
માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામમાં માલધારી યુવાન ઢોર ચરાવવા સીમમાં ગયો હતો અને વોકળાના પાણીમાં તણાઈ ગયો હતો શનિવારે સાંજે યુવાન તણાઈ જતા ગ્રામજનોએ ભારે શોધખોળ કર્યા બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો મૃતક ગેલાભાઈ નોંધાભાઈ ભરવાડ (ઉ.વ.૪૨) હોવાનું જાણવા મળ્યું છે


