મોરબીમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના ગુનામાં ૨૦ વર્ષની સખ્ત કેદની સજા

દુષ્કર્મ કરનાર નરાધમને ૨૦ વર્ષની સખ્ત કેદ અને રૂ ૨૮ હજારનો દંડ ફટકારતી કોર્ટ

 

 

મોરબીની સગીરાનું અપહરણ કરી અવારનવાર દુષ્કર્મ આચરવા અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે પોક્સો અને દુષ્કર્મનો કેસ સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા સાથે રૂ ૨૮  હજારનો દંડ ફટકાર્યો છે

 

જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ તા. ૧૮-૦૩-૨૦૨૪ ના રોજ ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી જીગ્નેશ ઉર્ફે ભીખો રમેશભાઈ ગણેશીયા નામનો ઇસમ પોતાના બાઈકમાં લઇ જઈને બળજબરીપૂર્વક અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું મોરબી બી ડીવીઝન પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી લઈને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી જે કેસ સ્પે. કોર્ટમાં ચાલી જતા પ્રોસીક્યુશન તરફે કુલ ૧૩ સાક્ષીને તપાસવામાં આવ્યા હતા અને મોરબીના નામદાર સ્પે. (પોક્સો) અને એડીશનલ સેસન્સ જજ બી કે ચંદારાણા સાહેબ સમક્ષ ફરિયાદી, ભોગ બનનાર અને મેડીકલ ઓફિસર તેમજ અન્ય મહત્વના સાહેદોની જુબાની તેમજ પુરાવાઓએ મદદનીશ સરકારી વકીલ નીરજ ડી કારીઆ દ્વારા રજુ કરવામાં આવ્યા હતા

 

તેમજ ફરિયાદી તરફે મદદનીશ સરકારી વકીલ નીરજ ડી કારીઆએ કરેલી દલીલો માન્ય રાખી કોર્ટે આરોપી જીગ્નેશ ગણેશીયાને અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટની કલમો હેઠળ કસુરવાન ઠરાવી પોક્સો એક્ટની કલમ ૫ (એલ) ના ગુના માટે કલમ ૬ અન્વયે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૨૫,૦૦૦ દંડ ફટકાર્યો છે અને દંડ ના ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે તેમજ એટ્રોસિટી એક્ટની કલમ મુજબના ગુનામાં ૩ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ ૩૦૦૦ દંડ ફટકાર્યો છે તેમજ ભોગ બનનારને રૂ ૪ લાખનું વળતર ચુકવવા કોર્ટે હુકમ કર્યો છે

 

Leave A Reply

Your email address will not be published.