મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ

મોરબી જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરી નવી જગ્યાએ કાર્યરત કરાઈ

 

x                ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત મોરબીના જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી તથા જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીનું સરનામું બદલાયેલ છે. અગાઉ આ કચેરી ઓમ શાંતિ પ્રિ-સ્કૂલ, સૂર્યકીર્તિ-૧, મહારાણા પ્રતાપ સર્કલ, મોરબી-૨ ખાતે કાર્યરત હતી, જેનું હવે નવા સ્થળે સ્થાનાંતર કરવામાં આવ્યું છે.

નવા સરનામા મુજબ હવે જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ‘જિલ્લા રમત સંકુલ, OSEM (CBSE) સ્કૂલની સામે, મેડિકલ કોલેજની બાજુમાં, મોરબી-રાજકોટ રોડ, મોરબી-૩૬૩૬૪૩’ ખાતે રીતે કાર્યરત કરવામાં આવી છે. જેથી સર્વે સરકારી, અર્ધ-સરકારી કચેરીઓ, રમતગમત મંડળો, ખેલાડીઓ તથા સામાન્ય નાગરિકોએ કચેરી સંબંધિત તમામ પત્રવ્યવહાર અને સંપર્ક હવેથી આ નવા સરનામા પર કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 

Leave A Reply

Your email address will not be published.