ટંકારાના બંગાવડી ગામે ઝાડ પરથી પડતા ઈજાગ્રસ્ત યુવાનનું મોત

 

બંગાવડી ગામે ઝાડ પર ડાળીઓ કાપવા ચડેલા યુવાન ડાળી પરથી પડી જતા શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું

 

મૂળ દાહોદ જીલ્લાના વતની હાલ ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા કલસીંગ બનાભાઇ પરમાર (ઉ.વ.૩૫) વાળા ગત તા. ૨૦ ના રોજ બપોરના સમયે પીપળના ઝાડ પર કુહાડી અને દાતરડા લઈને ડાળીઓ કાપવા ઉપર ચડ્યા હતા અને ડાળી પરથી જમીન પર પટકાતા શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે મૃતદેહ પીએમ અર્થે ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

 

 

Leave A Reply

Your email address will not be published.