



મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ પેકેજીંગ કારખાનાની લેબર કોલોનીમાં ૨૮ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના બેલા ગામની સીમમાં આવેલ શ્રી રામ સિરામિક પેકેજીંગમાં રહીને કામ કરતા અજીતકુમાર કૃષ્ણદેવ યાદવ (ઉ.વ.૨૮) નામના યુવાને લેબર કોલોનીમાં કોઈ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે