



શહેરના લાતીપ્લોટ વિસ્તારમાં પોલીસે બે સ્થળે રેડ કરી દારૂનો મુદમાલ જપ્ત કરી ચાર આરોપીને ઝડપી લીધા છે અને બે આરોપીના નામો ખુલતા પોલીસે તપાસ ચલાવી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાતીપ્લોટ શેરી નં ૨ માં રેડ કરી હતી સ્થળ પરથી આરોપી વિનોદ ભગવાનજીભાઈ કણઝારીયા અને રમેશભાઈ કાંતિભાઈ કણઝારીયા એમ બેને ઝડપી લઈને દારૂના ચપલા નંગ ૦૪ કીમત રૂ ૪૦૦ અને બે મોબાઈલ કીમત રૂ ૨૦,૦૦૦ સહીત કુલ રૂ ૨૦,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય આરોપી હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંત ધોળકિયાનું નામ ખુલતા તપાસ ચલાવી છે
બીજી રેડ લાતીપ્લોટ શેરી નં ૮ માં કરી હતી જ્યાંથી આરોપી દર્મીન માનસીન આત્રેશા અને સવજી રાજુભાઈ ઉપસરીયાને ઝડપી લઈને દારૂના ચાર ચપલા કીમત રૂ ૪૦૦ જપ્ત કર્યા છે આરોપી એજાજ નુરમામદ જામનું નામ અને મોબાઈલ નંબર ખુલતા પોલીસે તપાસ ચલાવી છે