



વાંકાનેરના રહેવાસી ૪૩ વર્ષીય મહિલા ભાવનગર જીલ્લામાં ફરવા ગયા હતા પાલીતાણામાં તેમની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જેથી આરોગ્ય વિભાગ ટીમે કામગીરી શરુ કરી દીધી છે
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના રહેવાસી ૪૩ વર્ષીય મહિલા ૨૮ તારીખે પાલીતાણા ગયા હતા અને તેમની તબિયત ખરાબ હોવાથી સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા જોકે તબિયતમાં સુધારો થયો ના હતો જેથી તેમને બજરંગદાસ બાપા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મહિલામાં કોરોનાના લક્ષણો જણાઈ આવતા ડોક્ટરોની ટીમે કોરોના રીપોર્ટ કર્યો હતો અને તા. ૨૯ ના રોજ મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેથી તેમને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે
મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા ટ્રાવેલ હિસ્ટ્રી અને સંપર્કમાં આવેલ લોકોની વિગતો એકત્ર કરવામાં આવી સકે છે કોરોના પોઝીટીવ રીપોર્ટ અંગે ભાવનગર આરોગ્ય વિભાગે મોરબી આરોગ્ય વિભાગને જાણ કરી છે